Sunday 5 June 2011

માઈકલ કોરડા ની એક ખુબજ સરસ વાત................

'' પ્રેમ નું એક દ્રશ્ય મારી આંખ સામે હમેશા રહે છે જે મારો આદર્શ રહ્યું છે. બાંગ્લાદેશ ના રાષ્ટ્રકવિ કાઝી નાઝરુલ ઇસ્લામ વિશે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જોય હતી. કાઝી નાઝરુલ બહુજ ક્રાંતિકારી કવિ હતા. પ્રથમ વિશ્વયુદ્ધ લડવા પણ ગયા હતા. એ માણસે ઘણું જ સર્જન કર્યું છે. એ માણસ સાથે ખુબજ અન્યાય થયો હતો. આ ઇન્કલાબી કવિ એક હિંદુ સ્ત્રી ને પરણ્યા હતા અને પાછલી જિંદગી માં તે પાગલ થઈ ગયા હતા...... એમની પત્ની ને કમર નીચે થી પેરાલીસીસ થઈ ગયો હતો. કઈક મિત્રો ની સહાય પર તે જીવી રહ્યા હતા. તેમને કંઈજ ભાન ન હતું તે તદન પાગલ થઈ ગયા હતા.............અને એક દ્રશ્ય મેં જોયું નાઝરુલ ના પત્ની ખાટલા પર પડ્યા છે એ બેસી પણ શકતા નથી અને નાઝરુલ નીચે જમીન પર બેઠા છે. મોટી મોટી ફાટેલી આંખો, શૂન્ય આંખો, નિર્વેદ આંખો, અને સામે એક થાળી માં ભાત પડ્યા છે. પાગલ નાઝરુલ ને ખાવા નું પણ ભાન ન હતું . અપંગ પત્ની જેનાથી જરા પણ હલન ચલન નથી થતું છતાં પણ એ પાગલ પતિ ને પડખું ફરી ભાત ખવરાવે છે.....................''

No comments:

Post a Comment